શ્રી જામ્બૂ બ્રાહ્મણ કાણ્વ સંસ્કૃત પાઠશાળા અને છાત્રાલય છેલ્લા ૧૧૨ વર્ષોથી અનુક્રમે સલાડ અને ચાંદોદ મુકામે સંસ્કૃત અને સંસ્કૃતિના જતન માટે કાર્ય કરી રહી છે,ત્યારે આ કાર્યની સુવાસ પ્રસરે તદર્થે અનેક સમાચારપત્રો પણ સંસ્થાની નોંધ લઇ ચુક્યા છે. સંસ્થા દ્વારા થતા અનેક કાર્યો અને છાત્રોની અનેકવિધ પ્રવૃત્તિઓ સમયાંતરે સમાચારપત્રોમાં જોવા મળે છે, તે ખરેખર ગૌરવની વાત છે.
વર્તમાન પ્રવાહમાં પાશ્ચાત્ય ઢબ અનુસાર ચાલતી પરંપરામાં પણ આપણી ગૌરવાન્વયી સંસ્કૃતિનાં રક્ષણ કાજે શ્રી જામ્બૂ પાઠશાળા ૧૦૦ વર્ષોથી પણ વધારે સક્રિય છે. આ કાર્યમાં સંપૂર્ણ જામ્બૂ સમાજ તથા અનેક દાતાઓનો ફાળો રહ્યો છે.આ દિવ્ય અને ભવ્ય સંસ્કૃતિનાં પુનરુત્થાનના કાર્યને જોઇને અનેક ટીવીચેનલ સંસ્થાની મુલાકાત લઇ ચુકી છે, સાથે જ સંસ્થાના કાર્યોને સમાજ સુધી પહોચાડવાના ભગીરથ પ્રયત્નો કરેલ છે, તે ખરેખર પ્રશંસનીય છે.
ઉત્તમ સાહિત્ય જ સમાજનું સાચુ દિશાદર્શન કરી શકે તે વાતને સાકાર કરવા માટે સંસ્થા જ્ઞાનવર્ધક સાહિત્યનુ પ્રકાશન કરતી રહી છે, જેમાં સંસ્કૃત પુસ્તકો અને સંસ્કૃતિહિતવર્ધક સાહિત્ય રહેલું છે. આ ભગીરથ કાર્યમાં પાઠશાળાના ભૂતપૂર્વ આચાર્ય તથા મંત્રીશ્રી છગનલાલ શાસ્ત્રીજી, વર્તમાન મંત્રીશ્રી ચંદ્રકાંત શાસ્ત્રીજી તથા પ્રધાનાચાર્યશ્રી બાલકૃષ્ણ શાસ્ત્રીજીનો ફાળો નોંધપાત્ર છે, સાથે જ શ્રી જામ્બૂ બ્રાહ્મણ યુવા સંગઠન દ્વારા સંપૂર્ણ જામ્બૂ સમાજની કૌટુંબિક માહિતીપુસ્તિકા પણ તૈયાર કરાયેલ છે.
उत्सवप्रियाः खलु मानवाः એ સૂક્તિ અનુસાર ઉત્સવો આપણા સામાજીક, સાંસ્કૃતિક તેમજ વૈયક્તિક જ્ઞાનમાં વધારો કરે છે.
શેઠ શ્રી ઉપેન્દ્રસિંહ ટી કાપડીયા શતાબ્દી હોલ નું ઉદ્ઘાટન ચાંદોદ ખાતે સંવત ૨૦૭૫ ના વૈશાખ સુદ - ૧ ને રવિવાર ના રોજ આયોજન કરેલ છે.
શતાબ્દી હોલ ઉદ્ઘાટન સમારોહ, તા. ૦૫/૦૫/૨૦૧૯